વેકેશન હાઈકુ…ધારા ઠક્કર
વેકેશનમાં
હરવુ ને ફરવુ
ભણવું શાને?
****
વેકેશનમાં
ઘરમાં ભરાઇને
બેસી રહેવુ?
****
વેકેશનમાં
બ્લોગનાં ખેતરોમાં
આંટા મારવા.
****
વેકેશન તો
જાય છે ઝડપથી
પકડો એને
****
મોગરાની કળી….રમેશ પારેખ
મિત્રો, કવિ શ્રી રમેશ પારેખનું એક ગીત મને બાળપણથી જ ખૂબ જ ગમે છે. મારા બ્લોગની શરૂઆત હું એ ગીતથી કરીશ. આ રહ્યું એ ગીત……….
મોગરાની કળી
મોગરાની કળી
મને બગીચામાં મળી …
એને બોલાવી તો એણે ઝાલી મારી આંગળી
મારી સામે ડળક ડળક હસી પડી
હથેળીમાં ચળક ચળક લચી પડી
ભોળી ભોળી ગંધ એની સાંભળી, મેં સાંભળી
મારાં ટેરવાંને ચૂમી લીધાં એણે
આખાં બગીચામાં ડંખ દીધા એણે
ઊતરડી લીધી મારી આખેઆખી કાંચળી
ભાંગ્યા તૂટ્યા શ્વાસો મારા ખરી પડયા
વાંકાંચૂકાં સપનાંઓ ખરી પડયાં
ખરખર ખરી પડી આંખો મારી આંધળી
મારાં પોપચાંને કાંઠે દીવો ઊગ્યો
પછી રેલંરેલા લોહી સુધી પૂગ્યો
મને મારી વાણી મળી પાણીથી એ પાતળી
મે 19, 2009